જો કોઈ કણ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે, તો વર્તુળનાં કેન્દ્રની સાપેક્ષે તેના પ્રવેગની દિશા અને તેના સ્થાન સદિશ વચ્ચેનો કોણ શું હશે?
$\pi$
$\frac{\pi}{2}$
શૂન્ય
$2 \pi$
$1\,m$ લંબાઇની દોરી સાથે પથ્થર બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં અચળ ઝડપથી ફેરવવામાં આવે છે. જો પથ્થર $44 \,sec$ માં $22$ પરિભ્રમણ કરે છે, પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?
એક પદાર્થ $0.1m$ ત્રિજયાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે.તો કુલ પ્રવેગ $t = 5s$ સમયે ........ $m/s^2$ હશે.
એક કણ અચળ ઝડપ $'v'$ થી $xy$ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. $O$ બિંદુ પર તેની કોણીય વેગની તીવ્રતા શું હશે?
$60\;km/hr$ ની ઝડપથી જતી બાઇક $0.1\;km$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?
વર્તુળના પરિધ પર ગતિ કરતી વસ્તુનો કોણીય પ્રવેગ $.......$ હોય છે.